જય જગન્નાથ - પૂજારી ષોડષ
અગિયારસના આગલા દિવસે પળાનો કાર્યક્રમ હોય છે. આ દિવસ ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને દેવી સુભદ્રાને પળા નામનું એક પીણું આપવામાં આવે છે. સ્થાનિય ભાષામે અધરનો મતલબ હોઠ અને પળાનું મતલબ એક મીઠું સુંગધીત પીણું હોય છે. જેને દુધ, ખાંડ, પનીર, કેળા, કપૂર, માવો, મરી વગેરે દ્વારા બનાવવામાં આવે છે. આ સામગ્રીઓ સિવાય આ પીણામાં તુલસીનો પણ ઉપયોગ કરવામાં આવે છે.આ પીણાને ત્રણે દેવતાઓની મૂર્તીઓના હોઠો સુધી એક વિશાળ બેલાકાર વાસણમાં રાખીને તેમને અર્પિત કરવામાં આવે છે.પૂજા દરમ્યાન આ પીણાને માટીના 9 વાસણોમાં રાખવામાં આવે છે અને પ્રત્યેક દેવને 3-3 વાસણ ભરીને પીણુ આપવામાં આવે છે. રાઘવદાસ મઠ, બડ ઓડિયા મઠ અને મંદિર પ્રસાશન મળીને આ અવસર માટે વાસણ અને પીણા માટે યોગદાન આપે છે. પૂજારી ષોડષ પૂજા ઉપચાર દરમિયાન આ પીણાને ભગવાનને અર્પિત કરવામાં આવે છે. પૂજા પૂરી થતા માટીના વાસણો તોડી નાખવામાં આવે છે અને પળા પૂરા રથમાં ફેલાઈ જાય છે. માન્યતા આ પીણાને પીવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.