ISRO ચીફ રડી પડતા મોદીએ લગાવ્યા ગળે, કહ્યું તમે માખણ પર નહી પથ્થર પર લકીર ખેચવા વાળા - ચંદ્રયાન 2
ન્યુઝ ડેસ્કઃ ચંદ્રયાન 2 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરે તે પહેલાં જ યાનનો ઈસરો સાથેનો સંપર્ક ટૂટી ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગ્લુરુ સ્થિત ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના કન્ટ્રોલ સેન્ટર ખાતે વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારવા પહોચ્યાં હતા. તેમજ PM મોદીએ રાષ્ટ્રજોગને સંબોધન કર્યુ હતુ. સંબોધન બાદ વડાપ્રધાન મોદી ઈસરો મુખ્યાલયથી નીકળ્યા ત્યારે ઈસરો ચીફ કે.સિવન પીએમ મોદીને ગળે મળીને રડવા લાગ્યા હતા. PM મોદીએ પણ તેમની પીઠ થપથપાવી તેમને હોંસલો વધાર્યો હતો.