2025 સુધીમાં ભારત પાંચ ટ્રિલિયન અર્થતંત્ર બનવાનું લક્ષ્ય મેળવશે: ભાજપના મહામંત્રી રામ માધવની ETV Bharat સાથે ખાસ વાતચીત
નવી દિલ્હી: દેશમાં કોરોનાનો કહેર છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તેનો સામનો કરવા તમામ પ્રયત્ન કરી રહી છે. ઈટીવી ભારતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવ સાથે કોરોના સંકટ, ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદ અને અન્ય મુદ્દાઓ પર વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, કોરોના સંકટ વચ્ચે ભારત 2025 સુધીમાં પાંચ ટ્રિલિયનનું અર્થતંત્ર બની શકે છે. તેમણે ચીન સાથે સરહદ પર ચાલી રહેલા વિવાદ અંગે જણાવ્યું કે, ચીનના નેતૃત્વ પર બાહ્ય દબાણનું સંકટ છે. ચીનમાં, કોરોના અને તેના સંચાલન અંગે લોકોમાં આક્રોશ છે. આંતરિક અને બાહ્ય તણાવને કારણે ચીન આ પ્રકારની ઘટનાઓને અંજામ આપી રહ્યું છે. આ રાજકીય વિશ્લેષણનો વિષય છે.