નિસર્ગ વાવઝોડાથી મહારાષ્ટ્રમાં ભારે નુકસાન, બે લોકોના મોત - નિસર્ગ
મુંબઇ : મહારાષ્ટ્રમાં આવેલા નિસર્ગ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. વાવાઝોડાની ગતી ધીમી પડી ગઇ છે. જે હવે ગતી સાથે મધ્યપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના પગલે તટીય વિસ્તારોમાં ભારે માત્રામાં નુકસાન પહોંચ્યું છે. આ તમામ આફત વચ્ચે રાજ્યમાં અલગ અલગ ઘટનાઓમાં બે લોકોના મોત પણ નિપજ્યા છે.