વિકાસ દુબેના એન્કાઉન્ટર મામલે ગૃહપ્રધાન નરોતમ મિશ્રાની પ્રતિક્રિયા - Home minister Reaction
ભોપાલ : ઉજ્જૈનથી ધરપકડ કરાયેલા કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેને ઉત્તર પ્રદેશમાં થયેલા એન્કાઉન્ટર પર પ્રદેશના ગૃહ પ્રધાન નરોતમ મિશ્રાએ કહ્યું કે કાયદાએ પોતાનું કામ કર્યુ છે. મધ્ય પ્રદેશ પોલીસે વિકાસ દુબેને મોડી રાત્રે મધ્ય પ્રદેશની સીમા પસાર કરાવી દીધી હતી. એન્કાઉન્ટરને લઇને કોંગ્રેસે કરેલા સવાલ પર ગૃહ પ્રધાને કહ્યું કે અફસોસ અને દુખ તો એ લોકોને છે જે વિકાસ દુબેની ધરપકડ પર સવાલ કરતા હતા અને હવે એન્કાઉન્ટર પર સવાલ કરે છે.