'મિશન બિગેન'ના પહેલા દિવસે મુંબઈના રસ્તાઓ પર લાંબી કતારો લાગી - મુંબઈ કોરોના વાઈરસ
મુંબઈઃ કોરોના વાઈરસને ચાલી રહેલા લોકડાઉન બાદ અનલોક-1ની જાહેરત થતાં જનજીવન ધબકતું થયું છે. મહારાષ્ટ્રના મુંબઈ 'મિશન બિગેન'ની શરૂઆત કરવામાં આવી રહી છે. આજે સોમવારે મુંબઈમાં 10 ટકા કર્મચારીઓ સાથે ખાનગી ઓફિસો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ઓફિસે પહોંચવા માટે શહેરના રસ્તાઓ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પશ્ચિમ એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. આ સાથે જ રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં.