દિલ્હીના નરેલા વિસ્તારમાં બુટની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ - fire news in delhi
દિલ્હી: નરેલા વિસ્તારમાં બુટની એક ફેક્ટરીમાં રાતના 1 વાગ્યે આગ લાગી હતી. ઘટના બાદ ફાયર ફાઈટરની 24 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ઘટના પર કાબુ મેળવવામાં આવ્યો છે. ફાયર ડાયરેક્ટર અતુલ ગર્ગે કહ્યું કે, આગ બિલ્ડિંગના બેસમેન્ટ, ગ્રાઉન્ડ, પહેલા અને બીજા માળે સુધી લાગી છે. અંદર બે કામદારો ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જેની શોધ કરવામાં આવી રહી છે. હાલમાં આગને કાબૂમાં લેવામાં આવી છે અને ઠંડકનું કામ ચાલુ છે. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે, પરંતુ પ્રશ્ર એ પણ છે કે, જ્યારે આગ લાગી તેને તરત જ તે સમયે કાબૂમાં કેમ લઈ ન શકાઈ..?શું કારખાનાની અંદર અગ્નિશામક યંત્રો ઉપલબ્ધ નહોતા જેના કારણે આગએ આટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.