સંઘર્ષ ચાલુ રહેશે, આગળની રણનીતિ પાર્ટી નક્કી કરશે: હરસિમરત કૌર બાદલ - કેન્દ્રીય પ્રધાન મંડળમાંથી રાજીનામું
ETV BHARATએ ખેડૂતો વિરુદ્ધ પાસ કરવામાં આવેલા બિલના વિરોધમાં કેન્દ્રીય પ્રધાન મંડળમાંથી રાજીનામું આપી દેનારા પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલે સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આ એક લાંબા સંઘર્ષની શરૂઆત છે. તેમની પાર્ટી ખેડૂતો સાથે ઉભી છે. તેમને ખૂશી છે કે, તે પંજાબ-હરિયાણાના ખેડૂતોનો આવાજ ઉઠાવી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, રાજીનામું આપવાનો નિર્ણય મારા માટો મુશ્કેલી વાળો નહોતો. કારણ કે, મારે પ્રધાન મંડળમાં મારૂં પદ અને ખેડૂતો બન્નેમાંથી એકની પસંદગી કરવાની હતી. જેથી મેં ખેડૂતોને પસંદ કર્યા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, આ ખેડૂતોને કારણે જ કે સાંસદ તરીકે ચૂંટાયા હતા અને તેમને પ્રધાન પદ મળ્યું હતું.