કાશ્મીરના ગુલમર્ગમાં ગુજરાતીઓએ માણી બરફવર્ષાની મજા - જમ્મુ કશ્મીર
ગુલમર્ગઃ જમ્મુ-કાશ્મીરમાં જન-જીવન સામાન્ય થઇ રહ્યું છે, તેનું ઉત્તમ ઉદાહરણ બુધવારે જોવા મળ્યું હતું. કાશ્મીરના ગુલમર્ગમાં મૌસમની પ્રથમ બરફવર્ષા થતાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા હતાં. ગુલમર્ગમાં ગુજરાતીઓએ બરફવર્ષાની મજ્જા માણી હતી. ખાસ કરીને ગુલમર્ગની વાત કરીએ તો આ સ્થળ માર્ચથી જૂન અને ઓક્ટોબરથી નવેમ્બર સુધીમાં કુદરતી સૌંદર્યથી શોભી ઉઠે છે. ગુલમર્ગને 'ભારતમાં શિયાળાની રમતનું કેન્દ્રસ્થળ' તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુલમર્ગ ભારતના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે.
Last Updated : Nov 6, 2019, 10:35 PM IST