મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાનું ગઠબંધન જ જીતશે- વિજય રૂપાણી - latest news of vijay rupani
મુંબઈ: હાલ મહારાષ્ટ્રની ચૂંટણીને લઈ પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી મુંબઈના વર્સોવા વિસ્તારમાં પ્રચાર અર્થે પહોંચ્યા હતા. પ્રચાર દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રુપાણીએ વધુમાં કહ્યું હતુ કે, આ વખતે પણ ભાજપ-શિવસેના જંગી બહુમતિથી જીતશે તેમજ કોંગ્રેસનો કારમો પરાજય થશે.