ગુજરાતના વૃદ્ધ દંપતિએ માનતા પૂરી કરવા તિરુપતિની પદયાત્રા કરી શરુ, 7 મહિને પહોંચશે - રાયચૂર
ગુજરાતના દ્વારકા સ્થિત વૃદ્ધ દંપતિ તિરુપતિનું વ્રત પૂર્ણ કરવા માટે પદયાત્રા કરી રહ્યાં છે. ગુજરાતમાં જન્મેલા પ્રમોદભાઈએ પોતાની આંખની મુશ્કેલી દૂર કરવા અને પોતાની પત્નીની પણ તબિયત સારી રહે તે માટે તિરુપતિના ભગવાન વ્યંકટેશને પ્રાર્થના કરી હતી. તે બાદ બંનેની મનોકામના ફળી હતી અને સારું થયું હતું.તેથી આ દંપતિ ચાલતાં તિરુપતિ જવા નીકળ્યું છે. તેઓ રાયચૂર પહોંચ્યાં છે. 75 વર્ષનું આ દંપતિ રોજના 25-28 કિલોમીટર ચાલે છે અને 2,219 કિલોમીટરની પદયાત્રા કરી પણ લીધી છે. ત્રણ માસથી ચાલી રહેલી પદયાત્રામાં હજુ પણ ત્રણ-સાડા ત્રણ માસ લાગી શકે છે. પ્રમોદભાઇનું કહેવું છે કે તિરુપતિ સુધી ચાલીને પહોંચતાં તેઓને સાત મહિના જેટલો સમય લાગશે.