ચીની દુલ્હનના ભારતમાં લગ્ન, સ્વાસ્થ્યની કાર્યવાહી ચર્ચામાં રહી - Ghaziabads young man marries Chinese girl
ગાઝિયાબાદઃ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના મુરાદનગરમાં ચીનથી આવેલી દુલ્હનના ભારતીય રીતિ-રિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યાં હતાં. ચીનની રહેવાસી સારા અને ભારતના શ્રેયાંશના લગ્ન મુરાદનગરના ફાર્મ હાઉસમાં વેલેન્ટાઇન ડે પર થયાં હતાં. મળતી માહિતી મુજબ, આ એક અરેન્જ મેરેજ હતાં. કોરોના વાયરસને કારણે લગ્નમાં વિલંબ થઈ રહ્યો હતો. મુરાદનગરના ગ્રામ સરપંચે કહ્યું કે, આ લગ્નને કોરોના વાયરસને કારણે 5 દિવસ મોડુ થયું હતું. યુવતી ન્યૂયોર્કમાં રહેતી હતી. કોરોના વાયરસને કારણે તેને ભારત આવવામાં મોડું થયું હતું. આ લગ્ન પ્રસંગમાં સ્વાસ્થ્ય વિભાગની પણ નજર હતી. તેમજ લગ્નમાં આવેલા મહેમાનો પર પણ સ્વાસ્થય વિભાગના અધિકારીઓ દ્વારા નજર રાખવામાં આવી હતી. જેથી આ લગ્ન ચર્ચામાં છે.