ગેંગસ્ટર રવિ પૂજારીની આફ્રિકાથી ધરપકડ, બેંગલુરૂ લવાયો - ગેંગસ્ટર રવિ પૂજારી
બેંગલૂરુ: મુંબઈ સહિત મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટકમાં વોન્ટેડમાં અને બિલ્ડરો, વેપારીઓ, રાજકારીઓ પાસે ખંડણી માગવાના, હત્યા અને હત્યાના પ્રયાસ કરવા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો ગેંગસ્ટર રવિ પૂજારીને મોડી રાત્રે બેંગલુરૂ લાવવામાં આવ્યો છે. આફ્રિકાના સેનેગલથી રવિ પૂજારીની ધરપકડ કરવામાં આવી હતી. રિસર્ચ એન્ડ ઈન્ટેલિજન્સ વિંગ (રો) અને કર્ણાટક પોલીસે રવિ પૂજારીની વેસ્ટ આફ્રિકાના સેનેગલમાંથી ધરપકડ કરી હતી. ગેંગસ્ટર રવિ પૂજારી એન્ટોની ફર્નાન્ડિસ નામે પાસપોર્ટ બનાવીને રહેતો હતો.