પુણેમાં ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગતા સંપૂર્ણ સામાન બળીને ખાક, કોઈ જાનહાની નહીં - આગના કારણે કોઈ જાનહાની નહીં
મહારાષ્ટ્રના પુણેમાં પુસોલ ખાતે એક ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી હતી, જેના કારણે ગોડાઉનો તમામ સમાન બળીને ખાક થઈ ગયો હતો. જોકે, આગના કારણે કોઈ જાનહાની નથી થઈ. અડધી રાત્રે લાગેલી આગને કાબૂમાં લેવા માટે 14 ફાયર ટ્રક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સાથે જ પુણે અને PMRDAના કર્મચારીઓએ પણ આગને કાબૂમાં લેવામાં મદદ કરી હતી. જોકે, આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.