વન વિભાગે નદીમાં ફસાયેલા 55 વાંદરાને બચાવ્યા - વન વિભાગ
બેંગલુરુઃ કર્ણાટકના હરિહર તાલુકામાં રાજનહલ્લી પાસે વન વિભાગ અને ફાયર બ્રિગેડે 55 વાંદરોને ડૂબવાથી બચાવ્યા છે. આ તમામ વાંદરા તુંગભદ્રા નદીની વચ્ચે ફસાયા હતા. ઉલ્લેખનીય છે કે, વધુ વરસાદના કારણે તુંગ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે તુંગભદ્રા નદી ઓવરફ્લો થઇ ગઇ છે. જેથી ભોજનની શોધમાં ગયેલા વાનર વૃક્ષોમાં ફસાયા હતા.