મહારાષ્ટ્રમાં વરસાદે સર્જી તારાજી, ચિપલૂણ અને અકોલામાં લેવાઈ NDRFની મદદ - chiloon floods
મહારાષ્ટ્ર: રાજ્યમાં વરસાદે પોતાનો કહેર વરસાવ્યો છે. ત્યારે રાજ્યના કેટલાક સ્થળોએ મૂશળઘાર વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. રત્નાગિરીના ચિપલૂણમાં વિશસ્તિ અને શિવા નદી બંને કાઠે વહી રહી છે, તો ક્યાંક લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા નિવન-નિર્વાહ મુશ્કેલ બન્યો છે. બીજી તરફ કોલ્હાપુરમાં પૂરમાં ફસાયેલા લોકોને બોટ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. સમગ્ર મહારાષ્ટ્રમાં વિવિધ જગ્યાએ પૂરમાં ફસાયેલા લોકોને NDRF જવાનોની મદદથી સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે.