બિહારમાં પૂરની તારાજી, લોકો વૃક્ષ પર રહેવા મજબૂર! - દેશમાં પૂર
બિહારઃ ભાગલપુરના સબૌરમાં અનેક ગામો પૂરની ઝપેટમાં છે. જે પૈકી એક ગામમાં કેટલાય લોકો ફસાઈ ગયા છે. આ લોકો 21 દિવસથી વૃક્ષ પર જીવન વિતાવી રહ્યાં છે. તેઓ રેસક્યુની રાહે છે. હજી સુધી તેમની પાસે રાહત સામગ્રી પણ પહોંચી નથી. આ ગામમાં લોકોના ઘરો કાચા અને માટીના બનેલા છે. જેથી લોકો કાચા મકાનો પર અને ઝાડ ઉપર રહેવા મજબૂર છે. પૂરમાં સપડાયેલા આ લોકોએ ત્રણ અઠવાડિયાથી આહાર પણ લીધો નથી. અહીં તેમને ઝેરી જાનવરોને પણ ડર છે. તેની વચ્ચે હવે તેઓને સરકાર તરફથી સહાય મળે તેવી આશ સેવી રહ્યાં છે.