હૈદરાબાદઃ લારી સાથે કારની જોરદાર ટક્કર, પાંચ યુવકોના મોત - હૈદરાબાદ ન્યૂઝ
હૈદરાબાદઃ તેલંગાણાની રાજધાની હૈદરાબાદના ગાચીબોવલીમાં એક માર્ગ અકસ્માતમાં પાંચ યુવકોના મોત થયા છે. લારીએ ગાચીબોવલી વિપ્રો સર્કલમાં રાત્રે ત્રણ કલાકે કારને જોરદાર ટક્કર મારી હતી, જે બાદ ચાર યુવકોના ઘટનાસ્થળે મોત થયા છે, તો એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. જેને ગાચીબોવલીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જે બાદ સારવાર દરમિયાન તેનું પણ મોત થયું છે, તો મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉસ્માનિયા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.