અલવરમાં પુત્રીઓએ માત્ર 45 મિનિટમાં જ ગુમાવી માતા-પિતાની છત્રછાયા - 45 મિનિટમાં પિતાનું પણ મોત
રાજસ્થાનઃ કોરોનાની મહામારીને કારણે દરરોજ મોટી સંખ્યામાં લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં રાજસ્થાનના અલવરથી હૃદય હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અલવરના તીજકી સ્મશાનગૃહમાં માતાને અગ્નિદાહ આપતી વખતે પુત્રીઓને પિતાના મોતના સમાચાર મળતા પુત્રીઓ સાથે સાથે ઉપસ્થિત લોકો પણ શોકમાં આવી ગયા હતા. જે બાદ, પુત્રીઓએ માતા-પિતાનો એક સાથે અંતિમ સંસ્કાર કર્યો હતો.