કૃષિ કાયદા 2020 રદ્દ કરવાની જાહેરાત બાદ શું કહી રહ્યા છે ખેડૂતો, જાણો...
દિલ્હીની ટિકરી બોર્ડર પર ખેડૂતોનું સતત પ્રદર્શન ચાલી રહ્યું છે. ગયા વર્ષે 26 નવેમ્બરથી અહીં ખેડૂતોનો વિરોધ શરૂ થયો હતો, જે હજુ પણ ચાલુ છે. વડાપ્રધાન દ્વારા કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત બાદ પણ અહીં વિરોધમાં કોઈ ઘટાડો થયો નથી. ETV Bharatની ટીમે ટિકરી બોર્ડર પર વિરોધ કરી રહેલા કેટલાક ખેડૂતો પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો હતો કે, તેઓ આ કૃષિ કાયદા અંગેના નવા મડાગાંઠ અંગે શું કહે છે અને આગળની રણનીતિ શું છે. આ અંગે, ખેડૂતોનું કહેવું છે કે હવે તેઓ અહીંથી પોતાના ઘરે પાછા નહીં ફરે. જે રીતે બન્ને ગૃહોમાં એગ્રીકલ્ચર એક્ટ પસાર કરવામાં આવ્યો હતો અને લાવવામાં આવ્યો હતો. એ જ રીતે, જ્યાં સુધી આ કાયદો બન્ને ગૃહોમાં રદ કરવામાં ન આવે અને તેને સત્તાવાર રીતે નાબૂદ કરવામાં ન આવે અને જ્યાં સુધી MSP અંગે કોઈ નક્કર પગલું લેવામાં ન આવે ત્યાં સુધી તે ઘરે પાછા જવાનો વિચાર કરી શકે નહીં.