લેહના ચિફ એક્ઝિક્યુટિવ કાઉન્સિલર કોચક સ્ટેન્ઝિન સાથે ઈટીવી ભારતનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ - Exlusive Interview
હૈદરાબાદ: લેહ-લદ્દાખના એક્ઝિક્યુટિવ કાઉન્સિલર, કોચક સ્ટેન્ઝિને ઈટીવી ભારત સાથેની વિશેષ મુલાકાતમાં જણાવ્યું કે, ચીનની સેનાએ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે અને હજી સુધી પાછળ હટી નથી. તેમણે લદાખના પેંગોંગ અને ગલવાન ખીણ વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક ગોચર જમીન વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચેનો વિવાદ ફક્ત વાતચીતના માધ્યમ દ્વારા જ ઉકેલી શકાય છે.