EXCLUSIVE: ઓડિશાની અર્ચના સોરેંગ UNના ક્લાઈમેટ ચેન્જ એડવાઈસરી ગ્રુપમાં સામેલ - અર્ચના સોરેંગ
ભુવનેશ્વરઃ ભારતીય આદિજાતિ યુવતી અર્ચના સોરેંગ 7 યુવાન ક્લાઈમેટ લીડરમાં સામેલ છે. આ યુવાનોની ઉંમર 18-28ની વચ્ચે હોય છે. જે યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસને વધતા જતા વાતાવરણ સંકટને પહોંચી વળવા વૈશ્વિક પગલાં માટે નિયમિતપણે સલાહ આપશે. સોરેંગનો એડ્વોકસી અને રિસર્ચમાં અનુભવ છે. તે સ્વદેશી સમુદાયોના પરંપરાગત જ્ઞાન અને સાંસ્કૃતિક પ્રથાઓના દસ્તાવેજીકરણ, જાળવણી અને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહી છે.