વિધાનસભા ચૂંટણી: ઝારખંડના CM સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત - વિધાનસભા ચૂંટણી
જમશેદપુર: ઝારખંડમાં હાલ વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયેલો છે. ચૂંટણી જંગમાં તમામ નાના-મોટા પક્ષ ઝંપલાવવા મથી રહ્યા છે. સ્ટાર પ્રચારકો પણ ઝારખંડની ધરતી પર પ્રચાર કરી રહ્યા છે. આ ચૂંટણીમાં સૌથી મોટા ઉમેદવાર તરીકે રાજ્યના મુખ્યપ્રધાન રઘુવર દાસની શાખ દાવ પર લાગેલી છે. મુખ્યપ્રધાને ઈટીવી ભારતની ખાસ વાતચીતમાં કહ્યું હતું કે, જનતા તેમને પાંચ વર્ષ ઈમાનદારીથી કરેલી મહેનતનું ફળ આપશે.