ઉર્મિલાએ શિવસેનાને શા માટે પસંદ કરી અને કંગના વિશે શું કહ્યું, જુઓ આ વીડિયો... - ઇટીવી ભારત સાથે ઉર્મિલા માતોંડકર
શિવસેનામાં સામેલ થયેલી ફેમસ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે રાજકીય પાર્ટીના રૂપે શિવસેનાને પસંદ કરવા અને અભિનેત્રી કંગના રૈનોતની સાથે જ અન્ય મુદ્દાઓ પર પોતાની વાત રાખી હતી. ઉર્મિલા માતોંડકરે 2019 માં કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી હતી અને બાદમાં પાર્ટી છોડી હતી. તેમણે મુંબઇની તુલના પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર (પીઓકે) સાથે કરવા માટે અભિનેત્રી કંગના રૈનોતની ટીકા કરી હતી. શિવસેનાએ રાજ્યપાલ બીએસ કોશ્યારીની પાસે માતોંડકરનું નામ વિધાન પરિષદમાં રાજ્યપાલ કોટાથી નામિત કરવા માટે મોકલ્યું હતું.