ETV Exclusive: પ્રકાશ જાવડેકરના નિવેદન પર AAP સાંસદ સંજય સિંહની પ્રતિક્રિયા - NRC
નવી દિલ્હી: AAPના સાંસદ સંજય સિંહે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરના નિવેદન પર ETV ભારત સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે, ભાજપની પાસે 56 ઈંચની છાતી વાળી પોલીસ છે, તે શું કરી રહી છે, જો CAAની હિંસામાં અમારા ધારાસભ્યો સામેલ હતા તો, તેમની વિરૂદ્ધ કાર્યવાહી કેમ ના થઇ, શું પૂરાવા છે ભાજપની પાસે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, દિલ્હીમાં CAA વિરૂદ્ધ હિંસા માટે કોંગ્રેસ અને AAP જવાબદાર છે.