આરોપીઓના મૃતદેહોનો પંચનામા બાદ કરાશે પોસ્ટમોર્ટમ
હૈદરાબાદ : મહિલા વેટનરી ડૉકટરની સાથે થયેલા સામુહિક દુષ્કર્મમાં આજે વહેલી સવારે ચારેય આરોપી એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતર્યા છે. આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો જે બાદ તેલંગણા પોલીસે ચારેય આરોપીને ઠાર માર્યા હતા. ડૉક્ટરના જણાવ્યા અનુસાર આરોપીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ મહેબૂબનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પંચનામા બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.