ઈનાડુ-રામોજી ગ્રૂપ કેરળ પૂરગ્રસ્તોને આજે સવારે 121 મકાનો અર્પણ કરશે - Kudumbasree
કેરળ : પ્રતિષ્ઠિત ઈનાડુ-રામોજી ગ્રૂપ દ્વારા કેરળ પૂરગ્રરસ્તો માટે વિશેષ આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. વર્ષ 2018માં કેરળમાં વિનાશક પૂર આવ્યું હતુ. જેમાં લાખો લોકોએ પોતાના રહેઠાંણ ગુમાવ્યા હતા, મકાનોના મકાનો ધરાશાયી થઈ ગયા હતા. તો લાખોની સંખ્યામાં લોકોએ સ્થળાંતર કરવાની મજબૂરી ઉભી થઈ હતી. આવા સમયે રામોજી ગ્રૂપ કેરળના પૂરગ્રસ્તોની વ્હારે આવ્યું છે. રામોજી ગ્રૂપે 121 મકાનો બનાવ્યા છે. જે આજે કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને અર્પણ કરાશે.
Last Updated : Feb 9, 2020, 7:05 AM IST