અમેરિકાથી ડૉ. રિનાબા ચુડાસમાએ વતનમાં વસતા ગુજરાતીઓને કોરોના સામે લડવા માટે આપી ટીપ્સ... - કોરોના સામે રાખવી કાળજી
હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાઇ રહી છે, ત્યારે કોરોના સામે લડવા માટે ભારતીઓએ શુ શુ તકેદારી રાખવી જોઇએ તે અંગે અમેરિકાથી ડૉ.રિનાબા ચુડાસમાંએ માર્ગદર્શન આપ્યું છે, વતન ગુજરાતમાં વસતા ગુજરાતીઓને ગુજરાતી ભાષામાં કોરોના સામે લડવાની ટીપ્સ આપી છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રોજકા ગામના વતની ડૉ. રીનાબા અનિરૂદ્ધસિંહ ચુડાસમાં છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં રહે છે અને અમેરિકામાં ડૉક્ટર તરિકે ફરજ બજાવી રહ્યા છે, તેમના કહ્યા મુજબ કોરનાથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતીના પગલા જરૂરી છે. સામાન્ય બિમારીના પગલે કોરોના થઇ ગયો છે નો ભય રાખવાની જરૂર નથી. તકેદારી અને સમયસર તપાસ મહત્વની છે.
Last Updated : Apr 10, 2020, 4:35 PM IST