બ્રાઝિલ: મનૌસમાં COVID-19નો ભોગ બનેલા લોકોને દફનાવવામાં આવ્યા - બ્રાઝિલના મનૌસમાં COVID-19ના ભોગ બનેલા લોકોને કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા
મનૌસ: બુધવારે ઉત્તર પશ્ચિમ બ્રાઝિલના મનૌસમાં શબપેટીને જાહેર કબ્રસ્તાનમાં લઈ જવામાં આવી હતી. જ્યાં અધિકારીઓએ COVID-19ના ભોગ બનેલા લોકોને દફનાવવા માટે વિશાળ કબરો ખોદી હતી. જ્યાં શબપેટીઓ દફનાવવામાં આવી હતી. જ્યાં સંબંધીઓ અને મિત્રોએ તેમના પ્રિયજનોને અંતિમ વિદાય આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર બુધવાર સુધીમાં ઓછામાં ઓછા 172ના મોત થયાં હતા. તેમજ લગભગ 2000 નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા હતા.