વિશ્વની મહાસત્તાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ગાર્ડ ઑફ ઑનર, જુઓ વીડિયો
નવી દિલ્હીઃ ભારત પ્રવાસ છેલ્લા દિવસે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલેનિયા સાથે મંગળવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યાં હતાં. ત્યાં તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ રાષ્ટ્રપતિ ભવનમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું હતું. તે દરમિયાન પત્ની મેલેનિયા અને દિકરી ઈવાન્કા પણ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે હતાં.