અમદાવાદમાં 'નમસ્તે ટ્રમ્પ'ની સ્વાગતની તૈયારીઓ શરૂ - Donald Trump news
અમદાવાદઃ અમેરિકી પ્રમુખ ટ્રમ્પ આજે અમદાવાદમાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ડ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ આગમન થશે. જેને લઈ એરપોર્ટ પર સિક્રેટ એજન્સી અને ગુજરાત પોલીસના અધિકારીઓએ આખરી ચેકિંગ હાથ ધર્યું. ડોનાલ્ડ ડ્રમ્પ અમદાવાદ એરપોર્ટના આગમન સમયે શંખનાદ અને વાજિંત્ર સાથે સ્વાગત કરવામાં આવશે. જેને લઈ દરેક કલાકારોને પણ એરપોર્ટમાં એન્ટ્રી આપી દેવામાં આવી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભવ્ય રોડ શો કરશે જે બાદ બંને નેતાઓ ગાંધી આશ્રમની મુલાકાત લેશે. અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 'નમસ્તે ટ્રમ્પ' નામનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને ટ્રમ્પ સંબોધિત કરશે. જે બાદ ડોનાલ્ડ ટ્રમ્પ આગ્રા જવા રવાના થશે.