હૈદરાબાદમાં શ્રમિક પરિવારોને રાશન કીટનું વિતરણ, સમાજીક જવાબદારી નિભાવતું ઈટીવી ભારત - હૈદરાબાદ
હૈદરાબાદ: કોરોના વાઇરસનો હાહાકાર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરોનાના વધતા કહેરને કારણે હાલ લોકડાઉનની આ વધેલી મુદ્દત વચ્ચે ગરીબ લોકો માટે આ પરિસ્થિતિનો સામનો કરવો મુશ્કેલી સમાન છે. લોકડાઉનના કારણે શ્રમિકોને બે ટંકનું ભોજન પણ મળતું નથી. પરિણામે અનેક સેવાભાવી સંસ્થાઓ ગરીબોના વ્હારે આવી છે. હાલ, મૂળ ગુજરાતના અમદાવાદના રહેવાસી અને હૈદરાબાદમાં મૂર્તિકામ કરતા શ્રમિકો લોકડાઉનના કારણે ફસાયા છે. ત્યારે ઈટીવી ભારતની ગુજરાતની ટીમ દ્વારા સર્વે કરી આવા શ્રમિકોના 20 પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.