ખોટી અફવાઓ બાદ દિલ્હી પોલીસની ફ્લેગ માર્ચ, લોકોને શાંતિની અપીલ - દિલ્હી હિંસા
નવી હિલ્હી: રવિવાર સાંજે દક્ષિણ-પૂર્વી દિલ્હીના અલગ અલગ સ્ટેશન વિસ્તારોમાં ફેલાયેલી રમખાણની અફવાઓ બાદ પોલીસ શાંતિ વ્યવસ્થા બનાવવા લાગી છે. પોલીસ સતત ફેલ્ગ માર્ચ કરી રહી છે. લાઉડ સ્પીકરથી જાણકારી આપી લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી રહી છે. સોમવારે પોલીસ અફવા ફેલાવનારની સામે કાર્યવાહી કરતા કેસ પણ દાખલ કર્યાં છે. રવિવારે ઘણા વિસ્તારોમાં રમખાણની ખોટી અફવાઓ ફેલાઈ હતી. દક્ષિણ-પૂર્વી દિલ્હીના કાલિંદી કુંજ, પુલ પ્રહલાદપુર, બહરપુર અને જેતપુર સહિતના વિસ્તારોમાં રમખાણની અફવાઓ ફેલાવવામાં આવી હતી. જે બાદ પોલીસે શાંતિની અપીલ કરી હતી અને અફવાઓથી દૂર રહેવા કહ્યું છે.