ગ્રેટર નોઇડામાં યામાહા કંપનીમાં આગ લાગી, કોઇ જાનહાનિ નહી - યામાહા કંપની
નવી દિલ્હી: રાજધાની દિલ્હીના ગ્રેટર નોઇડાના સુરજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી યામાહા કંપનીના ઓટો પાર્ટસના ગોદામમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે સદનસીબે આગથી કોઇ જાનહાનિ થઇ નથી.