દિલ્હી અગ્નિકાંડઃ મૃતક મુસર્રફે છેલ્લા શ્વાસે મિત્ર સાથે કરી વાત, સાંભળો શું કહ્યું.. - દિલ્હી અગ્નિકાંડ ન્યૂઝ
નવી દિલ્હી: નવી દિલ્હીમાં રવિવારે સવારે અનાજ માર્કેટમાં એક ફેક્ટરીમાં ભીષણ આગી લાગી હતી. આગની ચપેટમાં અનેક લોકોના જીવ ગયા છે. જેમાંના એક 33 વર્ષીય મૃતક મોહમ્મદ મુસરર્ફે તેના મોત પહેલા મિત્ર સાથે ફોનમાં આખરી વાતચીત કરી હતી. તેઓ બંને બાળપણથી જ ખાસ મિત્ર હતા. મુસર્રફ તે જ ફેક્ટરીમાં કામ કરતાં. તેમણે તેમનો જીવ બચાવવાની ખબુ જ કોશીશ કરી, પરંતુ કદાચ આગળનું જીવન તેમના નસીબમાં નહી હોય. ધીમે ધીમે તેમનો શ્વાસ રુંધાવા લાગ્યો. જીવ બચાવવાનો કોઈ જ ઉપાય બચ્યો નહતો. આખરે તેમણે તેમના બાળપણના મિત્ર મોનુ અગ્રવાલ સાથે ફોનમાં વાતચીત કરી હતી. ઓડિયો સાંભળતા એવું લાગે છે કે, તેમના જીવનનો અંત ભલે આવી ગયો, પરંતુ તેમની દોસ્તી હંમેશા જીવંત રહેશે. આ વાતચીત ખુબ જ સંવેદનશીલ હોવાથી સાંભળતી વખતે સંયમ અને ધીરજ રાખવી. આ દુર્ઘટનામાં 43 લોકોના મોત થયા છે.