નવી દિલ્હીમાં ઓનલાઈન ચાકુ મંગાવી કરાઈ નિર્મમ હત્યા, પ્રેમિકાને લઈ થયો હતો વિવાદ - Crime news in delhi
નવી દિલ્હી: આંબેડકર નગર વિસ્તારમાં પ્રેમિકાના નવા પ્રેમી પાસે જઇને ગુસ્સે ભરાયેલા યુવકે ત્રણ મિત્રો સાથે મળીને નવા પ્રેમીની હત્યા કરી હતી. હાલ તમામ આરોપીઓ પોલીસના હવાલે છે. પ્રાપ્ત વિગતો મુજબ, પ્રેમિકા નવા પ્રેમી પાસે જતી રહેવાથી યુવક નારાજ થઈ ગયો હતો અને નારાજ યુવકે તેના મિત્રો સાથે મળીને નવા પ્રેમીની ઓનલાઈન (Online) ચાકુ મંગાવી છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. સમગ્ર મામલે પોલીસ હાલ તપાસ હાથ ધરી રહી છે.