ચક્રવાત અમ્ફાન: ભારે પવન સાથે વરસાદ, એક લાખ લોકોનું સ્થળાંતર - એક લાખ લોકોનું સ્થળાંતર
ન્યૂઝ ડેસ્ક: ભારતીય હવામાન વિભાગે (IMD) જણાવ્યું છે કે, 20 મેના રોજ સુપર ચક્રવાત અમ્ફાનની બપોર દરમિયાન સુંદરવન નજીક દિધા (પશ્ચિમ બંગાળ) અને હટિયા આઇલેન્ડ્સ (બાંગ્લાદેશ) વચ્ચે પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશનો દરિયાકિનારો પાર થવાની સંભાવના છે. આ સમય દરમિયાન, ચક્રવાતની ગતિ 155-165 કિ.મી પ્રતિ કલાકની રહેશે. ઓડિશામાં પુરી સહિતના અન્ય કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. વડાપ્રધાને કહ્યું હતું કે, NDRF અને જિલ્લા વહીવટી તંત્રે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી છે.