ચીનમાં કોરોના વાયરસઃ ચીનમાં રહેલા બનાસકાંઠાના વિદ્યાર્થીએ સરકાર પાસે માંગી મદદ - ચીનમાં કોરોના વાઇરસને
ચીનના શિનજિયાંગ શહેરમાં ફસાયેલા અલવર અને ગુજરાતના વિદ્યાર્થીઓએ ભારત પરત આવવા માટે સરકાર પાસે મદદ માગી હતી. વિદ્યાર્થીઓએ એક વીડિયો બનાવી તેમના સબંધીઓને મોકલ્યો હતો. વાયરલ થયેલા આ વીડિયોમાં અલવર ગામના યુવકનું નામ પિયુષ શર્મા તરીકે ઓળખાયું હતું તેમજ વીડિયોમાં જોવા મળતો બીજો યુવક પરેશ ચૌધરી ગુજરાતના બનાસકાંઠાનો રહેવાસી હોવાનું જણાવાયું હતુ. બંને યુવક MBBSના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ છે.