કાશ્મીરમાં ગોળીબાર વચ્ચે પોલીસ ઓફિસર અને બાળકનો ફોટો વાયરલ - nationalnews
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારમૂલા જિલ્લાના સોપોરમાં આતંકીઓએ સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો. જેમાં એક જવાન શહીદ થયો છે. જ્યારે એક નાગરિકનું પણ મોત થયુ છે, ત્યારે એક બાળકને ગોદમાં લઈ પોલીસ ઓફિસરનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં બાળકને ગોદમાં લઈ એક પોલીસ ઓફિસરની બહાદુરી અને માણસાઈના લોકો વખાણ કરી રહ્યાં છે. જ્યારે આતંકીઓના હુમલા વચ્ચે આ બાળક ઘટના સ્થળ પર જ હતું.