ચમોલી ઉત્તરાખંડના પંગતી ગામમાં વાદળ ફાટ્યું - ચમોલીમાં ક્લાઉડબર્સ્ટ
ચમોલી: નારાયણબાગ બ્લોકના પંગતી ગામમાં વહેલી સવારે વાદળ ફાટ્યા બાદ ચારેબાજુ વિનાશનું દ્રશ્ય જોવા મળ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં સવારે 5.30 વાગ્યે વાદળ ફાટ્યા બાદ, ડુંગર પરથી આવેલા કાટમાળ અને વરસાદથી ગામમાં ભારે વિનાશ થયો છે. આ ઘટનામાં BRO મજૂરોના મકાનો અને ઝૂંપડાને નુકસાન થયું છે. ઘણા વાહનો કાટમાળની ચપેટમાં આવી ગયા છે. માહિતી મળતાની સાથે જ પોલીસ અને વહીવટી ટીમ ઘટના સ્થળે પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું. જોકે, હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.
Last Updated : Sep 20, 2021, 10:05 AM IST