Exclusive: ગલવાન ખીણ પર ચીનનો દાવો કોઈ નવી વાત નથી- પ્રો. ફ્રાવેલ - ગલવાન ખીણ
હૈદરાબાદઃ ચીનની વિદેશ અને સુરક્ષા નીતિના નિષ્ણાત પ્રોફેસર ટેલ ફ્રાવેલે ઈટીવી ભારત સાથે વાતચીત કરતાં જણાવ્યુ હતું કે, ગલવાન ખીણમાં ચીનનો દાવો કોઈ નવી વાત નથી. ચીનની સરકાર સંસ્થાઓના માધ્યમથી મળેલા નકશાઓમાં તે જોવા મળે છે. ભારત અને ચીનનાં તણાવ દરમિયાન કંઈપણ બદલાયુ નથી.