ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર આઝાદ સીલમપુરમાં CAAના વિરોધમાં જોડાયા, 23મીએ દેશવ્યાપી બંધનું એલાન - ચંદ્રશેખર રાવણ
નવી દિલ્હી: દિલ્હીના સીલમપુર વિસ્તારમાં CAAના વિરોધ પ્રદર્શન પર બેઠેલી મહિલાઓને સમર્થન આપવા માટે ચંદ્રશેખર રાવણ પહોંચ્યા હતા. ભારતમાં CAA, NRC અને NPRનો વિરોધમાં થઇ રહ્યો છે. આંદોલનને સમર્થન આપતા ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે સતત કેન્દ્ર સરકાર સામે અવાજ ઉઠાવતા રહે છે. જે દરમિયાન, ચંદ્રશેખરે સ્પષ્ટ કહ્યું હતું કે, જ્યાં સુધી કેન્દ્ર આ કાળા કાયદા પાછા નહીં લે, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, આ પ્રદર્શનમાં ચંદ્રશેખર રાવણે 23 ફેબ્રુઆરીએ શાંતિપૂર્ણ ભારત બંધને સમર્થન આપવા અપીલ કરી હતી.