કુમાર વિશ્વાસની ફોર્ચ્યુનર ચોરાયેલી ગાડીની શોધખોળ ચાલુ - kumar vishwas news
ગાઝિયાબાદઃ કવિ કુમાર વિશ્વાસની ફોર્ચ્યુનર ગાડી ચોરાઈ ગઈ હતી. જે મામલે કુમારના મેનેજર તરફથી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે CCTV ને આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસનું કહેવું છે કે, સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પહેલા એક કાળી ગાડી જાય છે અને તેની પાછળ કુમાર વિશ્વાસની ગાડી જતી દેખાઈ છે. પોલીસને શંકા છે કે બદમાશ ચાર ઈસમો કાળી ગાડીમાં જ આવ્યાં હશે. પોલીસ આ સિવાય નેશનલ માર્ગના સીસીટીવી અને સંબંધિત વિસ્તારોના સીસીટીવીની તપાસ કરી ગાડીની શોધખોળ કરી રહી છે. જોકે, આ મામલે કુમાર વિશ્વાસે ટ્વિટ કરી કહ્યું હતું કે, "ફોર્ચ્યુનર ગાડી ચોરી થઈ છે ફોર્ચ્યુન નહી, ચિલ મારો યારો".