હૈદરાબાદના શોરૂમના પહેલા માળેથી પડી કાર, ઘટનાના CCTV સામે આવ્યા - હૈદરાબાદ ટાટા મોટર્સના શોરૂમ
તેલંગાણામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. હૈદરાબાદ શહેરના એલબી નગર પોલીસ સ્ટેશન પાસે સ્થિત ટાટા મોટર્સના શોરૂમમાં તે સમયે ખળભળાટ મચી ગયો હતો, જ્યારે એક શો શોરૂમના પહેલા માળેથી કાર નીચે પડી હતી. આ ઘટનામાં કાર ખરીદવા આવેલા વ્યક્તિ અને એક છોકરાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અલકાપુરી જંકશન પાસે આવેલા શોરૂમ પર બનેલી આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે.