કોરોનાની મુક્તિ માટે આ પદ્ધતિ અપનાવવામાં આવી છે, જુઓ વીડિયો - કોરોના વાઇરસ મેરઠ
ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં ભાજપના નેતાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે શંખ ફૂંકી રહ્યા છે અને હવન કુંડ મૂકીને ધુમાડો કરતા જોવા મળી રહ્યા છે. મેરઠના ભાજપના એક નેતાએ હનુમાન ચાલીસાના પાઠ કરતા હવનનો ધૂમાડો ઝૂંપડપટ્ટીમાં ફેરવ્યો હતો તેમજ દાવો કર્યો હતો કે શંખનો અવાજ વાતાવરણમાં ફેલાતા વાઇરસનો અંત આવશે. ભાજપના નેતાનું કહેવું છે કે, તે હવાને શુદ્ધ કરવા અને કોરોના વાઇરસને દૂર કરવા માટે આમ કરી રહ્યા છે.