મારા વિસ્તારમાં ઘણી મુશ્કેલી હોવાથી ફોર્મ ભર્યું હતું: બીના પરમાર - અમદાવાદના તાજા સમાચાર
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AIMIM પાર્ટીની એન્ટ્રી થઇ છે, ત્યારે AIMIMની નોન મુસ્લિમ વિજેતા ઉમેદવાર બીના પરમાર સાથે ETV BHARAT દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, તેમના વિસ્તારમાં મહિલાઓ અને બાળકોને ઘણી બધી મુશ્કેલી પડી રહી છે. જેથી તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉલ્લેખનીય છે કે, બીના પરમારની 6900થી વધુની લીડથી જીત મળી છે. ત્યારે તેના વિસ્તારમાં મોટાભાગે મુસ્લિમ લોકો વધુ રહે છે. 97 હજારથી વધુ ટોટલ મતદારો છે. જેમાંથી 15,000 જેટલા હિન્દુ મતદારો છે, તો બાકીના મુસ્લિમ મતદારો છે. રિઝર્વ સીટ પર શીડ્યુલ કાસ્ટ બીનાબેન પરમારની જીત થઈ છે. બીનાબેન પરમાર ખાનગી નોકરી કરી રહી છે અને તેને ઔવેશીની પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવવાની તક મળી હતી, ત્યારે ઓવૈશીની પાર્ટીમાંથી ઉભી રહેલી મહિલા ઉમેદવાર બીના પરમારને 6900થી વધુ મતની લીડથી જીત મળી છે.