ચુંદડી મનોરથ, યમુના મહારાણી અને ગીરીરાજજી માનસી પરિક્રમા કાર્યક્રમનું સુંદર આયોજન - હૈદરાબાદમાં વસવાટ કરનારો ગુજરાતી સમાજ
સિકંદરાબાદ: ગુજરાતી સેવા મંડળ-સિકંદ્રાબાદ હેઠળના જીએસએમ ભગિની મંડળના સ્થપનાના 5 વર્ષની ઉજવણી નિમિત્તે મંડળ દ્વારા ચુંદડી મનોરથ તથા યમુના મહારાણી અને ગીરીરાજજી માનસી પરિક્રમાના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સમાજના પ્રમુખ ઘનશ્યામ ભાઈ પટેલ, મંત્રી જનકભાઈ બ્રહ્મભટ્ટ સહિતના સર્વે કમિટી સભ્યોએ દિપ પ્રાગટ્ય કરીને કર્યું હતું. કાર્યક્રમમાં મંડળના મંત્રી કલ્પનાબેન દવે દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શરૂઆતમાં અનેક ઉપસ્થિતોનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભગિની મંડળની સભ્ય બહેનો ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં નાગપુરથી આવેલા વૈષ્ણવ બહેનોએ વિવિધ ભજન કિર્તન રજૂ કર્યા હતા.
Last Updated : Feb 25, 2020, 11:26 PM IST