જામનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિરનો છઠ્ઠો પાટોઉત્સવ ઉજવાયો - BAPS સ્વામિનારાયણ મંદિર
જામનગર: શહેરમાં BAPS સ્વામિનારાયણ મંદિરનો છઠ્ઠો પાટોઉત્સવ ઉજવાયો હતો. આ પાટોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો સ્વામિનારાયણ મંદિર ખાતે ઉમટ્યા હતા. તો સૌરાષ્ટ્રના જુદા જુદા મંદિરના સ્વામિનારાયણ સંતોએ સત્સંગ અને હરિભક્તિ કરી હતી. મંદિરમાં વહેલી સવારે શણગાર આરતી કરવામાં આવી હતી. બાદમાં હરિભક્તો માટે અન્નકૂટ ખુલ્લા મુકવામાં આવ્યા હતા. અન્નકૂટ બાદ પાટોઉત્સવની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.