બાબરી વિધ્વંસ કેસના ચૂકાદા પર ઓવૈસીએ આપી પ્રતિક્રિયા, કહ્યું ,શું જાદુથી મસ્જિદ તોડી પાડી હતી? - અસદુદ્દીન ઓવૈસીએ આપી પ્રતિક્રિયા
હૈદરાબાદ : અયોધ્યાના 1992ના બાબરી વિધ્વંસ કેસમાં લખનઉની CBI વિશેષ કોર્ટે ચૂકાદો જાહેર કર્યો છે. આ ચુકાદામાં સ્પેશિયલ કોર્ટના જજે કહ્યું કે, બાબરી ધ્વંસ કોઈ પૂર્વાયોજિત કાવતરું ન હતું. આ ઘટના અચાનક ઘટી હતી. આ ચુકાદામાં તમામ 32 આરોપીઓને નિર્દેષ જાહેર કરવામાં આવ્યાં છે. કોર્ટના આ નિર્ણય બાદ AMIMI પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ અસંતોષ વ્યકત કરતા પ્રતિકિયા આપી હતી.