ગુરુગ્રામમાં દલિત યુવતીનું નાક કાપી આરોપીઓ ફરાર - દલિત પરિવાર પર હુમલો
હરિયાણાઃ ગુરુગ્રમમાં 22 વર્ષીય દલિત યુવતીનું નાક કાપીને આરોપીઓ ફરાર થઈ ગયા છે. ફરિયાદીના જણાવ્યાનુસાર, તેમના ઘરમાં અચાનક લોકો ઘુસી આવ્યા હતા. અભદ્ર ભાષાનો ઉપયોગ કરી તેમની દીકરીને માર મારવા લાગ્યા અને તેનું નાક કાપી ફરાર થઈ ગયા હતા.પીડિતાના પિતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી છે. ત્યારે પીડિતાના પરિવારને મદદ કરવા અખિલ ભારતીય ભીમ સેના આગળ આવી છે. જે આ પરિવારને ન્યાય અપાવવા માટે માગ કરી રહ્યાં છે.